વિદ્યાસહાયક મેરીટ લિસ્ટ 2023 : વિદ્યાસહાયક ફાઈનલ મેરીટયાદી 2023 જાહેર વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ – ગુજરાતી માધ્યમ) વર્ષ ૨૦૨૨ સામાન્ય ભરતી અનુસંધાને ઉમેદવારોની ફાઈનલ મેરીટયાદી http://vsb.dpegujarat.in વેબ સાઇટ ઉપર તા.૦૯ /૦૧/૨૦૨૩ ના રોજ સાંજે ૦૭:૦૦ કલાકે પ્રસિધ્ધ કરવામાં આવી છે.
વિદ્યાસહાયક મેરીટ લિસ્ટ 2023
આજે વિદ્યાસહાયકની ભારતીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા વિધાસહાયક ભરતી માટે ફાઈનલ મેરીટની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં હાલ 2600 જેટલી વિદ્યાસહાયકની જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.
આ પણ ખાસ વાંચો : ધોરણ ૧૦ પાસ ડેટા એન્ટ્રી ઓપરેટર ભરતી 2023 : ગુજરાત હાઉસિંગ બોર્ડ અમદાવાદ દ્વારા ભરતી
હાલ ફાઈનલ મેરી લીસ્ટ જાહેર થયા બાદ આગામી સમયમાં મેરીટ લીસ્ટમાં નામ આવનાર ઉમેદવારોના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે. જે બાદ પસંદ કરાયેલા ઉમેદવારોને વિદ્યાસહાયકની નોકરી માટેના નિમણૂક પત્રો આપવામાં આવશે.
સંસ્થા નુ નામ | ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ |
જોબનો પ્રકાર | વિદ્યાસહાયક ( ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8) |
કુલ ખાલી જગ્યા | 2600 જગ્યાઓ |
પોસ્ટનું નામ | વિદ્યાસહાયક ભરતી 2022 |
ફાઈનલ મેરીટ લિસ્ટ | જાહેર |
જોબ સ્થાન | ગુજરાત રાજ્ય |
સત્તાવાર વેબસાઇટ | http://vsb.dpegujarat.in |
વિદ્યાસહાયક ભરતીની સત્તાવાર વેબસાઇટ શું છે?
વિદ્યાસહાયક ભરતીની સત્તાવાર વેબસાઇટ http://vsb.dpegujarat.in છે.