વડોદરા સર્વેસર મહાદેવ : 111 ફૂટની સુવર્ણ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવછે

વડોદરા સર્વેસર મહાદેવ : 111 ફૂટ ઉંચી પ્રતિમાની સ્થાપના સત્યમ, શિવમ, સુંદરમ્ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી, 18 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રીના પર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે. અયોધ્યામાં રામમંદિરના નિર્માણકાર્યના ભૂમિપૂજનની સાથે 5 ઓગસ્ટ, 2020ના રોજ સર્વેશ્વર મહાદેવની પ્રતિમાને સુવર્ણથી મઢવાના કાર્યનો પ્રારંભ થયો હતો.

વડોદરા સર્વેસર મહાદેવ

જો કે એ પહેલા મહાશિવરાત્રીના તહેવાર પહેલા વડોદરામાં ઘણા સમયથી આ મૂર્તિના દર્શન કરવાને લઈને લોકો રાહ જોતા હતા ત્યારે પ્રતિમાનું અનાવરણ દૂર કરાતા શિવજીના મૂર્તિના દર્શન થયા હતા, શિવજીની આ પ્રતિમાની સુવર્ણજડિતની કામગિરી પૂર્ણ કરવામાં આવી રહી છે. શ્રી સર્વેશ્વર મહાદેવની પ્રતિમા પર આશરે 17.5 કિલો સુવર્ણ ચઢાવવામાં આવ્યું છે. વડોદરામાં પણ શિવજી કી સવારી નિકળશે જેમાં સમગ્ર શહેરના લોકોને આ ઉત્સવની અંદર જોડવામાં આવશે.

2020માં પ્રતિમાને સુવર્ણ આવરણ ચઢાવવાનું કાર્ય શરુ થયું હતું. ત્યારે ભગવાન શિવની આ મૂર્તિનું અનાવરણ હટાવી દેતા સુંદર સુવર્ણજડીત મૂર્તિના દર્શન ભાવી ભક્તોને શિવરાત્રિ પહેલા જ થયા હતા.

આ પણ ખાસ વાંચો :

PM કિસાન હેલ્પલાઇન નંબર જાણો અહીંથી

સુકન્યા સમૃદ્ધિ યોજના 2023 (ફોર્મ, માહિતી, ડોક્યુમેન્ટ, સંપર્ક કચેરી) | Sukanya Samriddhi Yojana 2023

વડોદરા શહેરની અંદર છેલ્લા 10 વર્ષથીટ શિવજી કી સવારી નિકળે છે. મહાશિવરાત્રીના શુભ અવસરે સત્યમ શિવમ સુંદરમ સમિતિ દ્વારા ભગવાન શિવની સવારીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જ્યાં શહેરભરમાંથી લોકો આ સવારીમાં જોડાશે ત્યારે પરંપરાગત રીતે મૂર્તિનું અનાવરણ કરવામાં આવશે

વડોદરા સર્વેસર મહાદેવ
વડોદરા સર્વેસર મહાદેવ

સૂરસાગર તળાવ પહેલા ચંદન તલાવડીના નામથી ઓળખાતું હતું . પ્રાચીનકાળમાં 18મી સદીમાં તેનું નિર્માણ થયું હોવાનું માનવામાં આવે છે. અહીં 1995માં સૂરસાગર તળાવમાં સત્યમ શિવમ સુંદરમ્ ટ્રસ્ટ દ્વારા 111 ફૂટ ઊંચી સર્વેશ્વર મહાદેવની પ્રતિમાનું નિર્માણ શરૂ કર્યું હતું. ત્યારથી આજ સુધી અનેક પ્રવાસીઓ અને ભાવિકો માટે આ સ્થળ દર્શનીય રહ્યું છે. વર્ષ 2002માં મહાશિવરાત્રિના દિવસે બી.એ.પી.એસ સંસ્થાના બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના હસ્તે સર્વેશ્વર મહાદેવની પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

અન્ય લેખ વાંચવા માટેઅહી ક્લિક કરો
વોટ્સેપ ગ્રુપમાં જોડવાઅહી ક્લિક કરો

લેખન સંપાદન : ગુજરાત અસ્મિતા ટીમ (ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ) [તમે આ લેખ GujaratAsmita.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો, ’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમોથી એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment