JOIN US ON WHATSAPP Join Now
HomeBreaking Newsવડનગર નગરપાલિકા ભરતી 2022

વડનગર નગરપાલિકા ભરતી 2022

વડનગર નગરપાલિકા ભરતી 2022 : વડનગર નગરપાલિકા દ્વારા ક્લાર્ક, સીનીયર ક્લાર્ક અને મુકાદમ માટે ભરતી જાહેર કરવામાં આવી છે, વડનગર નગરપાલિકા ભરતી 2022 માટે ઓફલાઈન અરજી કરવાની રહેશે.

વડનગર નગરપાલિકા ભરતી 2022

વડનગર નગરપાલિકા દ્વારા મંજુર થયેલ મહેકમ પૈકી ખાલી પડેલ જગ્યાઓ ભરવાની મળેલ મંજુરી અન્વયે નગરપાલિકાના મંજુર થયેલ કર્મચારીઓની સેવાઓ અંગેના ભરતી બઢતી નિયમો 2022 આધીન સ્પર્ધાત્મક પરીક્ષા આધારે સિનિયર ક્લાર્ક, મુકાદમ અને કલાર્કની જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે.

આ પણ ખાસ વાંચો : ઘેર બેઠા પાન કાર્ડ મેળવો માત્ર ૧૦મિનિટ માં !

પોસ્ટ ટાઈટલવડનગર નગરપાલિકા ભરતી 2022
પોસ્ટ નામકલાર્ક, સિનિયર ક્લાર્ક અને મુકાદમ
કુલ જગ્યા15
નગરપાલિકાવડનગર નગરપાલિકા
સત્તાવાર વેબસાઈટ
અરજી પ્રકારઓફલાઈન

આ પણ ખાસ વાંચો : Diwali 2022 : દિવાળી ના શુભ મુહૂર્ત ચોપડા પૂજન

નગરપાલિકા ભરતી 2022

જે મિત્રો ક્લાર્ક અને અન્ય જગ્યાઓની રાહ જોઈએ રહ્યા હતા તેઓ માટે આ ખુબ જ સારો મોકો છે. ભરતીની માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા વગેરે બાબત નીચે મુજબ છે.

સિનિયર ક્લાર્ક ભરતી 2022

જગ્યાનું નામકુલ જગ્યાશૈક્ષણિક લાયકાતપગાર ધોરણ (સાતમાં પગાર ધોરણ અનુસાર)
ક્લાર્ક / ક્લાર્ક-ટાઈપીસ્ટ તેમજ અન્ય શાખાના ક્લાર્ક09સ્નાતક19900-63200/- (2)
સિનિયર ક્લાર્ક01સ્નાતક25500-81100/- (4)
મુકાદમ05ધોરણ 10 પાસ15000-47600 (is-2)

વય મર્યાદા

વયમર્યાદા સરકારશ્રીના નીતિનિયમ મુજબની રહેશે. તેમજ અનામત વર્ગના ઉમેદવારોને સરકારશ્રીના નિયમ મુજબ ઉંમરમાં છૂટછાટ મળવા પાત્ર થશે. 01/10/2022ની સ્થિતિએ વય મર્યાદા ગણવાની રહેશે. 01/10/2022ની સ્થિતિએ નિયત શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવાર અરજી કરી શકશે.

ઉપરોક્ત જગ્યાઓ માટેની અરજી જાહેરાત પ્રસિદ્ધ થયેથી 15 દિવસ સુધીમાં ચીફ ઓફિસરશ્રી વડનગર નગરપાલિકા, જી. મહેસાણા ખાતે ફક્ત રજી. પોસ્ટ એડી. દ્વારા જ મોકલી આપવાની રહેશે.

આ પણ ખાસ વાંચો : GPSC ભરતી 2022 @gpsc.gujarat.gov.in

અરજદારે અરજી સાથે તાજેતરમાં પડાવેલ પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ – 02 (1 અરજી પર ચોંટાડેલ અને 1 સ્ટેપલર કરેલ), શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, આધારકાર્ડ, શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, અનુભવ અંગેના પ્રમાણપત્ર તથા કોમ્પ્યુટર પરીક્ષા પાસ કર્યા અંગેના પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત નકલ રજુ કરવાની રહેશે. અનામત વર્ગના ઉમેદવારે જાતિ અંગે સક્ષમ અધિકારીશ્રીનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે. અરજી સાથે પ્રમાણપત્રો સામેલ ન હોય તેવી કોઈ અરજી ધ્યાને લેવામાં આવશે નહી.

ઉપરોક્ત સંવર્ગ માટે અરજી સાથે બિનઅનામત વર્ગના ઉમેદવારે રૂ. 300/- ચીફ ઓફિસર, વડનગર નગરપાલિકા, વડનગરના નામના ડીમાન્ડ ડ્રાફ્ટથી કે પોસ્ટલ ઓર્ડરથી મોકલવાની રહેશે. અનામત વર્ગના ઉમેદવાઓએ કોઈ ફી ભરવાની રહેશે નહી. પરંતુ અરજી સાથે પછાત વર્ગ, અનુસૂચિત જાતિ કે જન જાતિ અંગે સક્ષમ અધિકારીશ્રી દ્વારા આપવામાં આવેલ પ્રમાણપત્રની સ્વપ્રમાણિત નકલ ફરજીયાત રજુ કરવાની રહેશે.

આ પણ ખાસ વાંચો : આધાર કાર્ડ સુધારો ઘરબેઠા 2 જ મિનિટમાં @myaadhaar.uidai.gov.in

અરજી કવર ઉપર અરજી કરેલ જગ્યાનું નામ સ્પષ્ટ દર્શાવવા રહેશે.

નિયામકશ્રી નગરપાલિકા ગુજરાત રાજ્ય ગાંધીનગરના તા. 03-08-2004ના પરિપત્ર તેમજ અમરેલી નગરપાલિકા સ્પે.સી.એ.નં. ૫૭૪૬/૧૯૯૯ના હાઇકોર્ટ ચુકાદાને આધીન નગરપાલિકા ખાતે ફરજ બજાવેલ કર્મચારી મળવાપાત્ર લાભો આપવામાં આવશે.

અધુરી કે સમયમર્યાદા બાદ મળેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહિ અને આ અંગે કોઈ પત્ર વ્યવહાર કરવામાં આવશે નહી.

આ જાહેરાત તથા સમગ્ર ભરતી પ્રક્રિયામાં કોઈ પણ કારણોસર ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઉભી થાય તો તેમ કરવાની તથા પસંદગી કરવી કે ન કરવી તે અંગે વડનગર નગરપાલિકાને સંપૂર્ણ અબાધિક હક્ક / અધિકાર રહેશે. વડનગર નગરપાલિકા આ માટે કોઈ કારણો આપવા માટે બંધાયેલ રહેશે નહી.

સત્તાવાર જાહેરાતઅહીંથી વાંચો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીથી જોઈન થાવ

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

વડનગર નગરપાલિકા ભરતી 2022 અરજી કઈ રીતે કરશો?

અરજદારે ફોર્મ સાથે જરૂરી ડોક્યુમેન્ટ આપેલ સરનામે અરજી ફક્ત રજી. પોસ્ટ મારફતે મોકલી આપવાની રહેશે.

સરનામું
ચીફ ઓફિસર શ્રી,
વડનગર નગરપાલિકા,
જી. મહેસાણા

વડનગર નગરપાલિકા ભરતી 2022 અરજી કરવાની તારીખ કઈ છે?

અરજી જાહેરાત પ્રસિદ્ધ થયાના 15 દિવસમાં.

વડનગર નગરપાલિકા ભરતી 2022
વડનગર નગરપાલિકા ભરતી 2022
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Most Popular