JOIN US ON Telegram Join Now

સમરસ હોસ્ટેલ મેરીટ લીસ્ટ ૨૦૨૨ જાહેર : ચેક કરો અહીંથી તમારું નામ છે કે નહિ

સમરસ હોસ્ટેલ મેરીટ લીસ્ટ ૨૦૨૨ : નમસ્કાર મિત્રો ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી દ્વારા અમદાવાદ, આણંદ, ભાવનગર, રાજકોટ, સુરત, વડોદરા, જામનગર, ભુજ, હિંમતનગર, પાટણ ખાતે આવેલ સમરસ છાત્રાલય મેરીટ યાદી 2022 જાહેર (પ્રોવિઝનલ) કરવામાં આવી છે.

આ મેરીટ યાદી રીન્યુ પ્રવેશ અને નવો પ્રવેશ એમ બે ફાઈલ આપેલ છે. આ મેરીટ યાદી વિદ્યાર્થીઓ દ્વારા રજુ કરેલ ટકાવારી તેમજ સરકારશ્રીએ નક્કી કરેલ પ્રવેશના નિયમો મુજબ સમરસ છાત્રાલય પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓની યાદી આ લેખના અંતે આપવામાં આવી છે.

સમરસ હોસ્ટેલ મેરીટ લીસ્ટ ૨૦૨૨ જાહેર

પોસ્ટ ટાઈટલસમરસ હોસ્ટેલ મેરીટ લિસ્ટ 2022
પોસ્ટ નામસમરસ હોસ્ટેલ પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ 2022
સ્થળગુજરાત
લાભ કોને મળશેવિદ્યાર્થીઓ
સત્તાવાર વેબસાઈટhttps://samras.gujarat.gov.in
મેરીટનવા વિદ્યાર્થી
રીન્યુ વિદ્યાર્થી
અમને ગુગલ ન્યુઝ પર ફોલો અહીંથી કરો

સમરસ છાત્રાલય મેરીટ યાદી 2022 જાહેર

પ્રોવિઝનલ મેરીટ યાદીમાં સ્થાન પામેલ વિદ્યાર્થીઓ તા. 01-08-2022 થી 10-08-2022 સવારે 11:00 કલાકથી સાંજે 04:00 કલાક સુધી સમરસ છાત્રાલયો ખાતે પ્રમાણપત્રની ખરાઈ (Document Verification) કરાવી લેવાની રહેશે. (નોધ : રજાના દિવસોમાં હાજર થવા જવાનું રહેશે નહિ).

નિયત સમયમાં પ્રમાણપત્રની ખરાઈ ન કરાવનાર વિદ્યાર્થીનો પ્રવેશ રદ ગણવામાં આવશે. જો કોઈ કારણસર પ્રમાણપત્રોની ખરાઈ કરવામાં વિલંબ થાય તેમ હોય તો તે અંગે સબંધિત સમરસ છાત્રાલયના અધિકારીશ્રીનો સંપર્ક કરી તેઓશ્રીની પૂર્વ મંજૂરી મેળવવાની રહેશે.

સમરસ હોસ્ટેલ પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ 2022

જે વિદ્યાર્થીઓની સબંધિત સમરસ છાત્રાલય ખાતે ખરાઈ (Document Verification) પૂર્ણ થયેલ હોય અને સમરસ છાત્રાલય ખાતેથી પ્રવેશ કન્ફર્મ કરવામાં આવેલ હોય તેમજ કોલેજ શરુ થયાના આધારભૂત પુરાવા રજુ કરેલ હોય તેવા જ વિદ્યાર્થીને તા. 01-08-2022થી સબંધિત સમરસ છાત્રાલય ખાતે પ્રવેશ આપવાની કાર્યવાહી કરવામાં આવશે.

વિદ્યાર્થીઓ દ્વારા ઓનલાઈન રજુ કરેલ પ્રમાણપત્રો કે ટકાવારીમાં પ્રમાણપત્રોની ચકાસણી દરમિયાન વિસંગતતા જણાશે તો પ્રવેશ રદ કરવામાં આવશે.

આ પણ ખાસ વાંચો :

સમરસ મેરીટ લીસ્ટ 2022

આ યાદી ફક્ત કામચલાઉ છે. જેના આધારે કોઈ પણ અરજદાર પ્રવેશ અંગેનો હકદાવો કરી શકશે નહી. યાદીમાં સામેલ થયેલ વિદ્યાર્થીઓને ઓનલાઈન અરજી સાથે રજુ કરેલ પ્રમાણપત્રની ખરાઈ કરી સબંધિત સમરસ ખાતે નિયમોનુસાર પ્રવેશ આપવામાં આવશે. જો કોઈ અરજદાર પાસે ઓનલાઈન આધારો સિવાય વધુ ચકાસણી માટે અન્ય કોઈ પણ આધાર પુરાવાની જરૂર જણાય તો તે સબંધિત સમરસ છાત્રાલયના અધિકારીશ્રીને રજુ કરવાના રહેશે.

સમરસ હોસ્ટેલને લગતી વધુ માહિતી માટે સબંધિત સમરસ હોસ્ટેલનો સંપર્ક કરો.

સમરસ હોસ્ટેલ મેરીટ લિસ્ટ 2022 કઈ રીતે ચેક કરશો?

  • સૌપ્રથમ સત્તાવાર વેબ સાઈટ samras.gujarat.gov.in પર જાઓ.
  • તેમાં Notification List પર ક્લિક કરો
  • તમારી સામે સમરસ હોસ્ટેલ મેરીટ લીસ્ટ PDF દેખાશે તેના પર ક્લિક કરો
  • PDF તમારા મોબાઈલ ખુલ્લી જશે
સમરસ હોસ્ટેલ રીન્યુ વિદ્યાર્થી મેરીટ લીસ્ટ 2022અહીં ક્લિક કરો
સમરસ હોસ્ટેલ નવા વિદ્યાર્થી મેરીટ લીસ્ટ 2022અહીં ક્લિક કરો
ગુજરાત અસ્મિતા હોમ પેજઅહીંથી મુલાકાત લ્યો

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો