LIC પોલિસી : આ પોલીસીએ દેશમાં મચાવી ધૂમ, 15 દિવસમાં વેંચાઈ ગઈ 50 હજારથી વધુ પોલિસી

LIC પોલિસી : LIC ની જીવન આઝાદ પોલિસીનું હાલ ધૂમ વેચાણ થઈ રહ્યુ છે, દેશની સૌથી મોટી સરકારી વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) ની જીવન આઝાદ પોલિસીને સારો પ્રતિસાદ મળ્યો છે. LIC એ લોન્ચ થયાના 10-15 દિવસમાં 50 હજાર જીવન આઝાદ પોલિસી વેચી છે.

LIC પોલિસી

આમ એક રીતે જોવા જઈએ તો લોકોનો રિસ્પોન્સ પણ એટલો જ મળી રહ્યો છે. આ સ્કીમને હાલમાં જ જાન્યુઆરી 2023માં લોન્ચ કરાઈ છે. આ પોલિસીનો ન્યૂનતમ સમ એશ્યોર્ડ 2 લાખ રૂપિયા છે. જેને કોઈ ભારતીય નાગરિક સરળતાથી ખરીદી શકે છે.

એલઆઈસીના ચેરમેન એમઆર કુમારે વર્ચ્યુઅલ પ્રેસ મીટ દરમિયાન આ અંગેની માહિતી આપી હતી. જીવન આઝાદ પોલિસી એ નોન પાર્ટિસિપેટિંગ વીમા સ્કીમ છે. એલઆઈસીએ તેને જાન્યુઆરી 2023માં લોન્ચ કર્યું હતું. LIC તમામ ઉંમરના લોકો માટે સ્કીમ ચલાવે છે. દેશના લાખો લોકોએ LICની તમામ યોજનાઓમાં રોકાણ કર્યું છે.

સારુ રીટર્ન મળવાની ગેરેન્ટી

જીવન આઝાદ યોજનામાં પ્રીમિયમ ભરવાની મુદત માઈનસ 8 વર્ષ છે. ઉદાહરણ તરીકે, જો કોઈ રોકાણકાર 18 વર્ષની પોલિસી મુદતના વિકલ્પની પસંદગી કરે છે, તો વ્યક્તિએ માત્ર 10 વર્ષ (18-8) માટે જ પ્રીમિયમ ચૂકવવું પડશે. મેચ્યોરિટી પર પોલિસીની રકમ એકસાથે ચૂકવવાની ખાતરી આપે છે. આ પોલિસીમાં લઘુત્તમ વીમાની રકમ 2 લાખ રૂપિયા છે અને મહત્તમ વીમાની રકમ 5 લાખ રૂપિયા છે. આ પોલિસી 15 થી 20 વર્ષ માટે લઈ શકાય છે.

આ પણ વાંચો :

સરકારી નોકરી : ધોરણ ૧૦ પાસ પર બંપર ભરતી, જાણો કોણ અરજી કરી શકશે

PM Svanidhi Yojana : સરકાર ગેરન્ટી વગર આપી રહી છે લોન, જાણો તેના વિશે વિગતવાર

તબેલા લોન યોજના 2023 : જાણો સંપૂર્ણ માહિતી અહીંથી

આ પોલીસીનો લાભ કોણ લઇ શકે?

જો કોઈ 30 વર્ષનો વ્યક્તિ 18 વર્ષ માટે જીવન આઝાદ પોલિસી ખરીદી છે. તે 2 લાખની લધુત્તમ રકમ માટે 12 હજાર 38 રૂપિયા 10 વર્ષ સુધી જમા કરે છે. ત્યારે જો કોઈ પોલિસી ખરીદનારનું મૃત્યુ થઈ જાય, તો પોલિસી લીધા સમયે પસંદ કરેલો બેસિક લધુત્તમ વીમા રકમ અથવા વાર્ષિક પ્રિમીયમના 7 ગણા રૂપિયા પોલિસી ધરીદનારને આપવામાં આવશે. પરંતુ આવી સ્થિતિ માટે એક શર્ત એવી છે કે મૃત્યુની તારીખ સુધી ચૂકવવામાં આવેલ કુલ પ્રીમિયમ 105 ટકાથી ઓછું ન હોવું જોઈએ.

આ સ્કીમમાં 90 દિવસના બાળકથી લઈને 50 વર્ષ સુધીના લોકો રોકાણ કરી શકે છે. જો તમે LICની આ પોલિસી લો છો તો તમને મહિને, 3 મહિને, 6 મહિને અને વાર્ષિક પ્રિમીયમ ભરવાનો વિકલ્પ આપવામાં આવે છે. ત્યારે વીમો પાકતા સમયે વીમો લેનારને રિટર્ન મળે જ છે.

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

અન્ય ઉપયોગી માહિતી અહીંથી વાંચો
વોટ્સેપ ગ્રુપમાં જોડવાઅહી ક્લિક કરો

લેખન સંપાદન : ગુજરાત અસ્મિતા ટીમ (ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ) [તમે આ લેખ GujaratAsmita.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો, ’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમોથી એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment