ભારત Vs શ્રીલંકા : India vs Sri Lanka T20 Live Streaming: આજે ભારતની શ્રીલંકા સાથે ટક્કર, જાણો ક્યારે અને ક્યાં મેચ જોઈ શકશો, આપણે સૌ જાણીએ છીએ એમ નવું વર્ષ એટલેકે ૨૦૨૩ ની શરૂવાત શ્રીલંકા સામે જીત થી કરી છે, અને આ સીરીઝમાં ભારત ૧-0 થી આગળ છે.
ભારત Vs શ્રીલંકા
પુણેમાં રમાનાર બીજી મેચ શ્રીલંકા માટે જીતવી જરૂરી છે. શ્રેણીમાં ટકી રહેવા માટે શ્રીલંકાએ બીજી મેચમાં કોઈપણ ભોગે જીત નોંધાવવી પડશે. જો શ્રીલંકાની ટીમ જીતથી દૂર રહેશે તો શ્રેણી તેમના હાથમાંથી નીકળી જશે.
આ સાથે ભારતની ધરતી પર પ્રથમ વખત સિરીઝ જીતવાનું તેનું સપનું અધૂરું રહી જશે. શ્રીલંકાએ ભારતની ધરતી પર 2009ની T20 શ્રેણીમાં સારું પ્રદર્શન કર્યું હતું. ત્યારબાદ તે શ્રેણી 1-1થી બરાબર થઈ ગઈ હતી. ત્યારથી શ્રીલંકાને ભારતીય ધરતી પર ટી20 શ્રેણીમાં દરેક વખતે હારનો સામનો કરવો પડ્યો છે.
કઈ ચેનલ પર ભારત-શ્રીલંકા બીજી T20 મેચનું લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકાશે?
ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી બીજી T20 મેચનું લાઈવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ઘણી ચેનલો પર જોઈ શકાશે. આ સિવાય મેચનું ડીડી સ્પોર્ટ્સ પર પણ જીવંત પ્રસારણ કરવામાં આવશે. જે યુઝર્સ પાસે Hotstar સબસ્ક્રિપ્શન છે તેઓ ઓનલાઈન સ્ટ્રીમિંગ દ્વારા મેચનો આનંદ માણી શકે છે.
ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચોની T20 સિરીઝ રમાઈ રહી છે. ઘરઆંગણે રમાઈ રહેલી આ સિરીઝની પ્રથમ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. હવે બીજી T20 મેચ પુણેમાં રમાનારી છે.
ગુરુવારે ભારત અને શ્રીલંકા વચ્ચે સિરીઝની બીજી મેચ રમાશે. મુંબઈમાં ભારતીય ટીમે રોમાંચક મેચમાં 2 રનથી શ્રીલંકાને હાર આપી હતી.
આમ સિરીઝમાં ભારત 1-0 થી આગળ છે. હવે શ્રેણી જીતવા માટે હાર્દિક પંડ્યા એન્ડ કંપની દમ લગાવતી ગુરુવારે નજર આવશે. આ દરમિયાન સંજૂ સેમસનને પણ ઈજાના સમાચાર છે.
સાતમી તારીખના રોજ રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે જ્યારે ટી ટ્વેન્ટી મેચ યોજવાની છે. ત્યારે ટીમ શ્રીલંકાને ટીમ ઇન્ડિયા છઠ્ઠી જાન્યુઆરીના રોજ રાજકોટ એરપોર્ટ ખાતે આવી પહોંચશે.
શહેરનાં ખંઢેરી સ્ટેડિયમ ખાતે આગામી સાતમી જાન્યુઆરીના રોજ ભારત અને શ્રીલંકા વચ્ચે ટી20 મેચ યોજવાની છે. ત્યારે મેચ માટે ઓનલાઇન ટિકિટ બુકિંગ શરૂ થઈ ચૂક્યું છે. એક ટિકિટનો ભાવ રૂપિયા 1100થી લઈ ₹7,000 સુધીનો નક્કી કરવામાં આવ્યો છે.
જીઓ ટીવી | અહીંથી ડાઉનલોડ કરો |
લાઇવ સ્કોર | અહીંથી જુઓ |
