રાજકોટમાં આજે ભારત શ્રીલંકા વચ્ચે નિર્ણાયક T20 મેચ : ભારત શ્રીલંકા વચ્ચે આજે T20 સિરીઝની નિર્ણાયક મેચ રાજકોટમાં રમાવા જઈ રહી છે, જે ભારતીય સમય અનુસાર સાંજે ૦૭:૦૦ વાગ્યેથી લાઇવ જોઈ શકાશે.
રાજકોટમાં આજે ભારત શ્રીલંકા વચ્ચે નિર્ણાયક T20 મેચ
હાલ જે T20 સીરીઝ રમાઈ રહી છે તે ૧-૧ ની બરોબરી પર આવીને ઉભી છે, જેમાં પ્રથમ મેચ ભારત જીત્યું હતું અને બીજી મેચ શ્રીલંકા જીત્યું હતું, અને આ સિરીઝની ત્રીજી અને છેલ્લી મેચ આજે રાજકોટમાં રમાવા જઈ રહી છે, આજે જે પણ ટીમ મેચ જીતશે તે આ સીરીઝ પર પોતાનો કબઝો જમાવશે.
આ પણ ખાસ વાંચો :
GSSSB બિન સચિવાલય ક્લાર્ક Eligible અને Ineligible List 2022
ગુજરાતમાં ઠંડી જાણો તમારા શહેરમાં કેટલા ડીગ્રી પારો પહોચ્યો
આજે માદરે વતન ગુજરાતમાં હાર્દિક પંડ્યાની આબરૂનો સવાલ
ભારતની ટીમ અને શ્રીલંકાની ટીમ રાજકોટમાં ગઇકાલથી આવી પહોંચી છે. આગમન સાથે ગરબાના તાલે ફૂલહર સાથે ટીમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અને આજે શનિવારે જ્યારે આ બંને ટીમ મેદાનમાં ઉતરશે. ત્યારે આ મુકાબલાને જોવા માટે રાજકોટ થનગની રહ્યું છે.
કઈ ચેનલ પર ભારત-શ્રીલંકા બીજી T20 મેચનું લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકાશે?
ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી બીજી T20 મેચનું લાઈવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ઘણી ચેનલો પર જોઈ શકાશે. આ સિવાય મેચનું ડીડી સ્પોર્ટ્સ પર પણ જીવંત પ્રસારણ કરવામાં આવશે. જે યુઝર્સ પાસે Hotstar સબસ્ક્રિપ્શન છે તેઓ ઓનલાઈન સ્ટ્રીમિંગ દ્વારા મેચનો આનંદ માણી શકે છે.
ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચોની T20 સિરીઝ રમાઈ રહી છે. ઘરઆંગણે રમાઈ રહેલી આ સિરીઝની પ્રથમ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. બીજી T20 મેચ પુણેમાં રમાઈ હતી, હવે ત્રીજી એટલે કે સિરીઝની છેલ્લી મેચ રાજકોટમાં રમાવા જઈ રહી છે.
જીઓ ટીવી | અહીંથી ડાઉનલોડ કરો |
લાઇવ સ્કોર | અહીંથી જુઓ |
ભારતે મુંબઈમાં રમાયેલી સિરીઝની પ્રથમ મેચ 2 રનથી જીતી લીધી હતી. જ્યારે બીજી T20 મેચ પુણેમાં શ્રીલંકાએ 16 રનથી જીતી લીધી હતી. આમ સિરીઝ 1-1થી બરાબર થઈ છે.
રાજકોટમાં ભારતીય ટીમ આજ સુધીમાં 4 T20 મેચ રમ્યું છે. આમાંથી 3 મેચ જીતી છે, જ્યારે 1 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. 2013માં ઓસ્ટ્રેલિયામાં 6 વિકેટે, 2019માં બાંગ્લાદેશ સામે 8 વિકેટે તો 2022માં સાઉથ આફ્રિકા સામે 82 રને જીત મેળવી હતી. જ્યારે 2017માં ન્યૂઝીલેન્ડ સામે ટીમે 40 રને હારનો સામનો કરવો પડ્યો હતો.
