ભારત શ્રીલંકા પ્રથમ વન-ડે મેચ : ભારત અને શ્રીલંકા વચ્ચે T20 શ્રેણી સમાપ્ત થઇ ગઈ છે, જે શ્રેણીમાં ભારતે 2-1 ની સરસાઈથી જીત મેળવી હતી, હવે તારીખ ૧૦.૦૧.૨૦૨૩ થી ગુવાહાટીથી વન-ડે શ્રેણીનો પ્રારંભ થઇ રહ્યો છે. તો ચાલો જાણીએ વિસ્તૃત જાણકારી નીચે આપેલ લેખમાં.
ભારત શ્રીલંકા પ્રથમ વન-ડે મેચ
આજથી ભારત અને શ્રીલંકા વચ્ચે વનડે સીરીઝનો આગાઝ થશે અને આ સાથે જ ભારત આગામી વનડે વર્લ્ડકપની તૈયારી પણ શરુ કરશે. આજનો પ્રથમ વનડે ગુવાહાટીમાં રમાશે.
આ પણ ખાસ વાંચો :
અંગ્રેજી શીખવાની બેસ્ટ એપ : અંગ્રેજી શીખવા માટે હવે ક્યાય જવાની જરૂર નહિ !
આ વનડે મેચ બપોરે 1.30 કલાકે શરુ થશે. જેમાં રોહિત શર્મા, વિરાટ કોહલી અને કેએલ રાહુલ કરશે વાપસી.
આ સીરીઝનો પ્રથમ વનડે મેચ તારીખ ૧૦.૦૧.૨૦૨૩ ના રોજ ગુવાહાટીના બાલાસપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ બપોરે 1.30 કલાકે શરૂ થશે. આ સીરીઝમાં કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને કેએલ રાહુલની વાપસી થઈ છે. જેમના પર દરેક ક્રિકેટ પ્રેમી તેમજ બિસિસિઆઇ ની પણ નજર રેહશે.
સિનિયર્સની વાપસીથી ટીમ મજબૂત બની ગઈ પરંતુ સાથે જ પ્લેઈંગ-11ની પસંદગી કરવામાં પણ મોટી સમસ્યા ઉભી થશે.
ભારતની છેલ્લી વનડેમાં બેવડી સદી ફટકારનાર ઈશાન કિશનને પહેલા વનડેમાં બહાર બેસવું પડશે તેવી શક્યતા છે અથવા તો શુભમન ગીલ, હવે જોવાનું રહ્યું કે કે અંતિમ ૧૧માં કોણ-કોણ સ્થાન મેળવી શકેછે.
આ પણ ખાસ વાંચો :
વિદ્યાસહાયક મેરીટ લિસ્ટ 2023 @vsb.dpegujarat.in
ટીમ ઈન્ડિયા બેટિંગ અને બોલિંગમાં સારું સંતુલન ધરાવે છે, પરંતુ તેમ છતાં તેને છેલ્લી વનડે શ્રેણીમાં બાંગ્લાદેશ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
જે જોતા એવું લાગી રહ્યું છે કે ભારતીય બોલરો એ બોલીંગમાં હજી સુધારો કરવાનો રહશે, જેમાં સૌથી વધુ ડેથ ઓવર્સમાં રન રોકવાની જરૂરિયાત છે, આવી સ્થિતિમાં કોચ રાહુલ દ્રવિડ અને સુકાની રોહિત શર્મા આ વખતે કોઈપણ પ્રકારની ઢીલાશ લેવાનું પસંદ કરશે નહીં.
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |