India Vs NZ 1st ODI : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝ રમાવા જઈ રહી છે, જેની શરુઆત ૧૮ જાન્યુઆરી ૨૦૨૩ થી થઇ રહી છે, આ પેહલા ભારતે શ્રીલંકાને 3-0 થી હરાવ્યું હતું, તેમજ ન્યુઝીલેન્ડે પણ પાકિસ્તાનને 2-1 થી હરાવ્યું હતું, આ રીતે બન્ને ટીમો શ્રેણી જીતીને હવે સામ સામે ટકરાવા જઈ રહી છે, તો હવે જોવાનું એ રહ્યું કે આ શ્રેણી કોના નામે રહે છે.
India Vs NZ 1st ODI
જો કે આમ જોવા જઈએ તો બંને ટીમો વચ્ચેની શ્રેણીમાં કાંટે કી ટક્કર જોવા મળી શકે છે આપણને, શ્રીલંકા સામેની શ્રેણીમાં વિરાટ કોહલી અને શુભમન ગિલ જેવા ભારતીય બેટ્સમેનો શાનદાર ફોર્મમાં જોવા મળ્યા હતા, તે જ સમયે ન્યૂઝીલેન્ડના ડ્વેન કોનવે અને ફિન એલન જેવા બેટ્સમેનોએ પાકિસ્તાન સામેની શ્રેણીમાં પોતાની છાપ છોડી હતી.
પ્રથમ મેચ 18 જાન્યુઆરીએ હૈદરાબાદમાં રમાશે
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 વનડે મેચની સીરીઝની પ્રથમ મેચ 18 જાન્યુઆરીએ હૈદરાબાદમાં રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે શરૂ થશે. આ મેચનું સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર જીવંત પ્રસારણ કરવામાં આવશે.
આ સિવાય ફેન્સ ડિઝની પ્લસ હોટસ્ટાર પર લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકશે. જોકે, ડિઝની પ્લસ હોટસ્ટાર પર મેચ જોવા માટે સબસ્ક્રિપ્શન લેવું જરૂરી રહેશે. એટલે કે, ક્રિકેટ ચાહકો પ્લાન વિના ડિઝની પ્લસ હોટસ્ટાર મેચ જોઈ શકશે નહીં. નોંધપાત્ર વાત એ છે કે, ODI શ્રેણી બાદ બંને ટીમો T20 મેચોની શ્રેણી રમશે.
આ પણ ખાસ વાંચો :
Online PAN Application : ઘેર બેઠા પાન કાર્ડ મેળવો માત્ર ૧૦મિનિટ માં !
જુનીયર ક્લાર્ક પરીક્ષા કોલ લેટર ડાઉનલોડ કરો @gpssb.gujarat.gov.in
પ્રથમ વનડે માટે ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક અને મોહમ્મદ શમી
પ્રથમ વનડે માટે ન્યુઝીલેન્ડની સંભવિત પ્લેઈંગ ઈલેવન
ફિન એલન, ડેવોન કોનવે, હેનરી નિકોલ્સ, ટોમ લેથમ, ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, સેન્ટનર, ઈશ સોઢી, ફર્ગ્યુસન, બ્લેર ટિકનર અને અટ્ટા બ્રેસવેલ
IND vs NZ 2023 ODI અને T20I શ્રેણીનું સંપૂર્ણ સમયપત્રક
ODI શ્રેણી
18 જાન્યુઆરી, બુધવાર – ભારત વિ ન્યુઝીલેન્ડ, 1લી વનડે – હૈદરાબાદ – 1:30 PM વાગ્યે
21 જાન્યુઆરી, શનિવાર – ભારત વિ ન્યુઝીલેન્ડ, બીજી વનડે – રાયપુર – બપોરે 1:30 વાગ્યે
24 જાન્યુઆરી, મંગળવાર – ભારત વિ ન્યુઝીલેન્ડ, ત્રીજી વનડે – ઈન્દોર – બપોરે 1:30 વાગ્યે
T20I શ્રેણી
27 જાન્યુઆરી, શુક્રવાર – ભારત વિ ન્યુઝીલેન્ડ, 1લી T20I – રાંચી – સાંજે 7:00 વાગ્યે
29 જાન્યુઆરી, રવિવાર – ભારત વિ ન્યુઝીલેન્ડ, બીજી T20I – લખનૌ – સાંજે 7:00 વાગ્યે
01 ફેબ્રુઆરી, બુધવાર – ભારત વિ ન્યુઝીલેન્ડ, ત્રીજી T20I – અમદાવાદ – સાંજે 7:00 વાગ્યે
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીંથી જોડાઓ |
લેખન સંપાદન : ગુજરાત અસ્મિતા ટીમ (ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ) [તમે આ લેખ GujaratAsmita.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો, ’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમોથી એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]
