JOIN US ON Telegram Join Now

Ind Vs WI : રોમાચંક મુકાબલામાં ભારતનો ત્રણ રને પ્રથમ વન-ડે મેચમાં વિજય

Ind Vs WI : 22મી સપ્ટેમ્બર શુક્રવારથી વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણ મેચની ODI શ્રેણી શરુ થઇ ગઈ છે, જેમાં ભારતીય ક્રિકેટ ટીમ મેનેજમેન્ટ માટે 2022 T20 વર્લ્ડ કપ પહેલા યુવા લાઇન-અપ સાથે પ્રયોગ કરવાની ઉત્તમ તક છે.

ધવન અને સુભમન ગિલે શાનદાર શરૂઆત આપવી હતી

શિખર ધવન અને શુભમન ગીલ દ્વારા શરૂઆત અપાવ્યા બાદ ટીમ ઈન્ડિયાની મધ્ય ક્રમના બેસ્ટમેનની રમત ધીમી પડી હતી અને એક સમયે તો હારે તેવી સ્થિતિમાંથી ભારતે રોમાંચક મેચ ત્રણ રને જીતી હતી.

Ind Vs WI 1st ODI Match

શિખર ધવન એકવાર ફરીથી સદી ચુક્યો હતો, જેમાં તે ૯૭ રને કેચ આઉટ થયો હતો. તેમજ સુભમન ગીલ અને શ્રેયસ ઐયર પણ અડધી સદી ફટકારી હતી. ભારત દ્વારા પ્રથમ દાવ માં ૫૦ ઓવરમાં ૩૦૮ રન બનાવ્યા હતા.

ભારતે આપેલા ૩૦૯ રનના લક્ષ્યાંક નો પીછો કરતા વેસ્ટ ઇન્ડીઝની શરૂઆત ખરાબ રહી હતી, વેસ્ટ ઇન્ડીઝની પેહલી વિકેટ પાંચમી ઓવરમાં પડી હતી, ત્યાર બાદ બીજી વિકેટની બ્રુક્સ અને મિયર્સ વચ્ચે બીજી વિકેટ માટે 117 રનની ભાગીદારી થઈ હતી.

ત્યાર બાદ ભારતને ફરીથી એકવાર શાર્દુલ ઠાકોરે બ્રેક્થ્રું અપાવ્યો હતો અને ભારત રમતમાં પાછુ ફર્યું હતું, બ્રુક્સ શાર્દુલની બોલ પર 46 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી મિયર્સ પણ લાંબો સમય ક્રિઝ પર ટકી શક્યો નહોતો અને તે પણ 75 રનની સારી ઇનિંગ રમીને આઉટ થયો હતો.

સંપૂર્ણ સ્કોર કાર્ડ અહીંથી જોવો

આ પછી રમતમાં આવેલ કેપ્ટન નીકોલસ પૂરન દ્વારા વેસ્ટ ઇન્ડીઝની ઇનિંગ સંભાળવાનો પ્રયાસ કર્યો હતો, જોકે સિરાજ ની ધારદાર બોલીગમાં 25 રન બનાવીને પૂરનને આઉટ કર્યો હતો. પાવેલ પણ લાંબો સમય ટકી શક્યો નહોતો અને તે 6 રન બનાવીને ચહલનો શિકાર બન્યો હતો.

નોંધનયી છે કે, ભારતીય ટીમની કમાન શિખર ધવનને સોંપવામાં આવી છે જ્યારે સિનિયર ખેલાડીઓ રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ, રિષભ પંત અને હાર્દિક પંડ્યાને આરામ આપાવમાં આવ્યો છે. જોકે, વન ડે સીરીઝ બાદ ભારતે પાંચ ટી-20 શ્રેણી રમાવાની છે જેની કેપ્ટનશિપ રોહિત શર્મા કરશે.

અમને ગુગલ ન્યુઝ પરઅહીંથી ફોલો કરો

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો