ગુજરાત સાયબર ક્રાઈમ ભરતી 2022 : પોલીસ મહાનિર્દેશકશ્રીની કચેરી, ગુજરાત રાજ્યના વિવિધ શહેર તથા જીલ્લાના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે ટેકનીકલ એક્સપર્ટની જગ્યાઓ હંગામી ધોરણે ૧૧ માસના કરાર આધારે ભરવા માટે ઈચ્છુક ઉમેદવારો પાસેથી નીચેની વિગતોએ નિયત નમુનામાં અરજી મંગાવવામાં આવે છે. ગુજરાત સાયબર ક્રાઈમ ભરતી 2022 ની સંપૂર્ણ માહિતી નીચે આપેલ લેખ તેમજ ઓફિશ્યલ નોટીફીકેશન માંથી મેળવી શકશો.
ગુજરાત સાયબર ક્રાઈમ ભરતી 2022
ગુજરાત સાયબર ક્રાઈમ ભરતી 2022 : ગુજરાત રાજ્યના વિવિધ શહેર તથા જીલ્લાના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે ટેકનીકલ એક્સપર્ટની નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી મોડ, મહત્વની તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને નીચેનો લેખ ધ્યાનથી વાંચો. અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત પણ વિગતવાર વાંચવી આવશ્યક છે.
ગુજરાત સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ટેકનીકલ એક્સપર્ટ ભરતી ૨૦૨૨
પોસ્ટ ટાઈટલ | ગુજરાત સાયબર ક્રાઈમ ભરતી 2022 |
પોસ્ટ નામ | ટેકનીકલ એક્સપર્ટ |
કુલ જગ્યા | ૩૫ |
સ્થળ | ગુજરાત |
વિભાગ | પોલીસ મહાનિર્દેશકશ્રીની કચેરી, ગુજરાત |
અરજી પ્રકાર | ઓફલાઈન |
અરજી કરવાની છેલ્લી તારીખ | ૦૯.૦૯.૨૦૨૨ |
અમને ગુગલ ન્યુઝ પર ફોલો કરવા | અહી ક્લિક કરો |
આ પણ ખાસ વાંચો : બાવળા નગરપાલિકા ભરતી 2022 : જાણો કેવી રીતે કરશો અરજી
શૈક્ષણિક લાયકાત
- સરકાર માન્ય સંસ્થામાં અથવા સરકાર સલગ્ન સંસ્થામાંથી એમ.એસ.સી આઈટી સિક્યુરીટી / એમ.એસ.સી. ડીજીટલ ફોરેન્સિક / એમ.એસ.સી. સાયબર સિક્યુરીટી / બી.ઈ. ઓર બી.ટેક ઇન ઈ & સી / બી.ઈ. ઓર બી.ટેક ઇન કોમ્પુટર એન્જીન્યર / બી.ઈ. ઓર બી.ટેક ઇન કોમ્પુટર સાયન્સ / બી.ઈ. ઓર બી.ટેક ઇન આઈટી / ઇન્ફોર્મેશન કોમ્યુનીકેશન & ટેકનોલોજી અંગેની પદવી ધરવતા હોવા જોઈએ.
- અનુભવ : ઓછામાં ઓછો ૦૨ વર્ષનો સાયબર સિક્યુરીટી અથવા ડીજીટલ ફોરેન્સિક અથવા સાયબર ક્રાઈમ ઇન્વેસ્ટીગેશનનો અનુભવ ધરાવતા હોવા જોઈએ.
અન્ય વિગતો :
- સરકાર માન્ય સંસ્થા અથવા સરકાર સંલગ્ન સંસ્થામાંથી ડીજીટલ ફોરેન્સિક / સાયબર સિક્યુરીટીનો કોર્ષ કરેલ હોય તેમને પ્રાથમિકતા આપવામાં આવશે.
- ગુજરાત રાજ્યના તમામ શહેર / જીલ્લા ખાતે ફરજ બજાવવાની રેહશે.
- ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજી ભાષા પરનું પ્રભુત્વ જરૂરી.
- સી.સી.સી. સમકક્ષનું કોમ્પુટરનું નોલેજ હોવું જરૂરી.
પગાર ધોરણ
- રૂપિયા ૨૫,૦૦૦/- માસિક ફિક્સ
આ પણ ખાસ વાંચો : ગુજરાત મફત પ્લોટ યોજના 2022
મહત્વની નોંધ : અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.
ગુજરાત સાયબર ક્રાઈમ ભરતી 2022 અરજી કઈ રીતે કરવી?
જવાબ : અરજી પત્રકનો નમુનો તથા કરારની બોલીઓ અને શરતો તારીખ ૩૦.૦૯.૨૦૨૨ થી તારીખ ૦૯.૦૯.૨૦૨૨ સુધીમાં કચેરીની વેબસાઈટ cidcrime.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી શકાશે.
સંપૂર્ણ વિગતો સાથે ભરાયેલ અરજી પત્રક જરૂરી પ્રમાણપત્રોની નકલ સાથે તારીખ ૦૯.૦૯.૨૦૨૨ સુધીમાં “પોલીસ મહાનિર્દેશકશ્રી, સી.આઈ.ડી. ક્રાઈમ અને રેલ્વેઝ ની કચેરી, સેક્ટર – ૧૮, પોલીસ ભવન, ચોથો માળ, ગુ.રા. ગાંધીનગર – ૩૮૨૦૧૮” ના સરનામે રજી.પોસ્ટથી મોકલી આપવાની રહેશે.
કાયમી સરનામાં પરથી રજી.પોસ્ટ કરવું અને ઉમેદવારનો મોબાઈલ નંબર તથા પરિવારનો એક સભ્યનો મોબાઈલ નંબર અવશ્ય દર્શાવવો. અરજી પત્રક રૂબરૂ સ્વીકારવામાં આવશે નહી.
ગુજરાત સાયબર ક્રાઈમ ભરતી 2022 છેલ્લી તારીખ કઈ છે?
જવાબ : છેલ્લી તારીખ ૦૯.૦૯.૨૦૨૨ છે.
સત્તાવાર જાહેરાત | અહીંથી વાંચો |
અરજી પત્રક | અહીંથી ડાઉનલોડ કરો |
